NMMS સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – અમદાવાદના સૌજન્ય દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવેલ પુસ્તક – ‘Nurture Your Excellence‘ પ્રકાશિત કરવામાં આવ્યુ છે. જે વિદ્યાર્થીઓ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2022 આપવાના હોય તેના માટે આ પુસ્તક ખુબ જ મહત્વપૂર્ણ છે.
ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા NMMS ની પરીક્ષા તેમજ રાજ્યકક્ષાએ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય છે. ભવિષ્યમાં વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકે તે માટે અત્યારથી જ સુસજ્જ બનતો થાય એ પણ એટલું જ અગત્યનું છે. જે બાળકોમાં શીખવાની ઝડપ વધુ છે, જેમનામાં વિશેષ પ્રતિભા રહેલી છે તેવા બાળકોના કૌશલ્યોમાં વધારો કરવાના ઉમદા હેતુસર વધારાનો મહાવરો પૂરો પાડી શકાય તે માટે આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પુસ્તક નિર્માણમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન કોરટીમના શિક્ષકોએ યોગદાન આપ્યું છે. આ પુસ્તક વિદ્યાર્થીની વિશિષ્ટ કૌશલ્યની સજ્જતામાં ચોક્કસ વધારો કરશે તેવી શ્રદ્ધા છે.
N.M.M.S. પરીક્ષાની તૈયારી માટેનું પુસ્તક – ‘Nurture Your Excellence’ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ https://www.sebexam.org/ પર જવું.
- “મહત્વપૂર્ણ સૂચના” વિભાગ શોધો.
- તેમા તમને “નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – અમદાવાદના સૌજન્ય દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવેલ પુસ્તક – ‘Nurture Your Excellence’ ની પીડીએફ કોપી મેળવવા માટે અહીં ક્લિક કરો” તે લિંક પર ક્લિક કરો.
- PDF ડાઉનલોડ લિંક: Nurture Your Excellence