જનતા લોકશાહીનું સાચું બળ પર નિબંધ [ Nibandh In Gujarati ]

“જનતા લોકશાહીનું સાચું બળ”

[ મુદા : પ્રસ્તાવના – લોકશાહીના સંકલ્પો અર્થ – લોકશાહીનાં આધારસ્તંભ : પ્રજા – લોકશાહીનું સાચું બળ – જનતાની જવાબદારી જોશીની સફળતાના ચાર પાયા – ઉપસંહાર]

       

                 લોકશાહી એ એક એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે, જેમાં જનતા પોતાનો કીમતી મત આપીને વ્યક્તિ કે પક્ષના હાથમાં સૂત્રોં સોંપે છે. લોકશાહી શાસનનો ‘રાજા’ પ્રજા છે. અબ્રાહમ લિંકને લોકશાહી એટલે લોકોનું , લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન જેની વ્યાખ્યા આપી છે. આ પરથી કરી શકાય કે, લોકશાહીમાં સાચું બળ લોકો જ છે. જનતાની જાગૃતિ અને લોકકાની પ્રત્યેની શ્રદ્ધા જ લોકશાહીની શાસન વ્યવસ્થાને મજબૂત બનાવી ટકાવી રાખે છે.

                લોકશાહીમાં પ્રજાનો જ અધિકાર હોવા છતાં તે શાસન વ્યવસ્થામાં પ્રત્યક્ષ ભાગ લઈ શકતી નથી. લોકોએ મતદાન દ્વારા ચૂંટેલા નેતાઓ લોકોના પૈસે એશોઆરામ અને તાગડધિન્ના કરતાં નજરે પડે છે, ત્યારે ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. લોકોએ ચુટેલા નેતાઓ પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે તેને ધો ળે દિવસે તારા દેખાડે છે. લોકશાહીના મૂળભૂત હકોની અવગણના થાય છે. પણ સ્વાર્થી રાજકારણીઓના પ્રપંચનો કોઈ પાર નથી, જરૂર પડે ત્યારે તે પ્રજા પાસે માફી માગી લે છે, કારણ કે જનતા પાસે મતાધિકાર છે. લોકોએ જરૂર પડશે ‘મતાધિકાર’ને અમોધ હથિયાર તરીકે વાપરવું જોઈએ.

                જો લોકશાહીનું સાચું બળ પ્રજા હોય તો પ્રજા કેવી હોવી જોઈએ ? જે શાસનતંત્રની ઇમારતનો પાયો પ્રજા હોય ત્યાં પ્રજા જાગૃત, સુશિક્ષિત, ખમીરવતી અને કદરદાન હોય એ અતિ આવશ્યક છે. લોકશાીને જીવંત, ધબકતી અને ટકાવી રાખવી હોય તો પ્રજાએ પણ સતત જાગૃત રેહવું પડે. લોકશાહીના મુલ્યોને પચાવીને જીવનવ્યવહારમાં ઉતારવા પડે.

                 પ્રજા ભલે પ્રત્યક્ષ રીતે રાજકારણમાં ભાગ લેતી ન હોય પણ તેના ચૂંટેલા નેતા ધારાસભ્ય કે સંસદસભ્ય બનીને પક્ષની નીતિરીતિ પ્રમાણે રાજ કરે છે, પણ એને પાંચ વર્ષ પછી મત મેળવવા ફરીથી પ્રજા સમક્ષ જવું પડે છે, એ જ લોકશાહીનું સાચું બળ છે. પ્રજા જો ધારે તો મનપસંદ વ્યક્તિને સત્તાના સિંહાસને બેસાડી શકે છે અને તેને સત્તાના સિંહાસનેથી ફેંકી પણ શકે છે. પ્રજાની પ્રચંડ તાકાતનો પરચો ભલભલા માંધાતાઓને વિનમ્ર બનાવે છે. પ્રજાના દુઃખ-દર્દની ઉપેક્ષા કરનારાઓનું લોકશાહીમાં કોઈ સ્થાન નથી.

                   વિશ્વના લોકશાહી દેશમાં ભારતની સૌથી મોટા દેશ તરીકે ગણના થાય છે ત્યારે એક લોકશાહી દેશના નાગરિક તરીકે આપણને બંધારણે મતાધિકાર બક્ષેલો છે. આ માધિકાર કોઈ મામૂલી ચીજ નથી; દેશના ઉત્થાન માટેની આ એક સોનેરી તક છે. લોકશાહી દેશના નાગરિક તરીકે જાગૃત રહી મતદાન અવશ્ય કરવું જોઈએ. પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને ખોટા પ્રલોભનૌથી ઘેરવાઈને લોકશાહી ભષમાં મુકાય એવું કશું ન કરવું જોઈએ. કોઈ અપાત્ર-કુપાત્રને મત આપીને કે તકસાધુના પ્રલોભનમાં આવીને દેશની લોકીને નુક્શાન થાય એવું કોઈ કર્યું અને કરવું જોઈયે.

                   જનતાની જાગૃતિ, શિક્ષણ, વિવેકબુદ્ધિ અને તાર્દિક નિર્ણયશક્તિ લોકશાહીનાં અંગો છે. લોકશાહીના આ અંગોને કેળવવાનું કામ વર્તમાનપત્રો, સામયિકો અને વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા સારી રીતે થઈ શકે છે. જાગૃત વિરોધપક્ષની હોય તો સાચા-ખોટાની પરખ પણ થાય છે. ટૂંકમાં ચૂંટણી એ લોકશાહીની નાળીનો ધબકાર છે. તે સાચા અર્થમાં સાર્થક થાય એ માટે જનતાએ કાળજી રાખવી જ પડે.

Leave a Comment